શાળાનું પરિણામ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવું. વિદ્યાર્થીઓને ગુણવતા લક્ષી શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ પુસ્તકોનો ઉપયોગ કરતા થાય તેવો પ્રયત્ન કરવો. બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ જેવી કે પ્રખરતા શોધ કસોટી.એલીમેન્ટરી,હિન્દી પરીક્ષાઓ વિગેરે પરીક્ષાઓમાં ભાગ લેતા થાય તેવો પ્રયત્ન કરવો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તથા અન્ય સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં ભાગ લે તેનું આયોજન કરવું તથા વાલીઓનો સહકાર મેળવવા પ્રયત્નો કરવા. ઇન્ટરનેટ દ્વારા નવાનવા ખ્યાલો પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓને વર્તમાન પ્રવાહ સાથે રાખવા પ્રયત્ન કરવા. |