શ્રી ચિત્રાવડ કેળવણી મંડળ સંચાલિત શ્રી મોહનલાલ ગોકલદાસ પટેલ મિડલ સ્કુલના નામે આ ગામમાં પ્રથમ ધોરણ-૮નો માધ્યમિક શિક્ષણ માટેનો વર્ગ સને ૧૯૬૮માં શરૂ કરવામાં આવેલ.આ સાથે જ આ મંડળ દ્વારા ગામનાં નાના બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે બાલ મંદિરની પણ સ્થાપના કરવામાં આવેલ.આ ગામમાં લગભગ ૪૦ વર્ષથી ચાલતી આ શાળાએ ઘણા બધા ડોકટરો,વકીલો અને વર્ગ-૧ સુધીની સરકારી નોકરી સુધી પહોચેલા વિદ્યાર્થીઓ આપેલા છે.આ ગામ તાલુકા કક્ષાએથી ઘણુબધુ દુર હોવા છતા પણ ગામના કુશળ વહીવટકર્તાઓ દ્વારા બધા સાથે મળીને ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા બનાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.જે હાલમાં સાકાર થતો જોવા મળે છે. |